News & Updates

From taxtoday.co.in

57મી GST કાઉન્સિલના મોટા નિર્ણયો

Posted: October 09, 2026

Reading Time: 4 minutes

By Adv. Darshit Shah

હવે GST બનશે વધુ સરળ, ઝડપી અને ઓછું કડક

9 ઓક્ટોબર 2026: GST કાઉન્સિલની 57મી બેઠકમાં આ વખતે GSTના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે GST 2.0 હેઠળ દરોમાં મોટા ફેરફારો બાદ આ બેઠકનો મુખ્ય ફોકસ “GST કેવી રીતે કામ કરે છે?” તેના પર રહ્યો હતો. કાઉન્સિલે GST Registration, Return Filing, Refund, Input Tax Credit, Litigation, Arrest, Prosecution, Export of Services તથા નાના વેપારીઓ માટે Compliance સરળ બનાવવાના અનેક મહત્વપૂર્ણ સુધારાઓને મંજૂરી/ભલામણ આપી છે.

  1. GSTમાં અધિકારીઓની Arrest Power દૂર કરવાનો મોટો નિર્ણય

57મી બેઠકનો સૌથી ચર્ચાસ્પદ અને મહત્વનો નિર્ણય GST હેઠળની Arrest Power દૂર કરવાનો છે.

હાલ સુધી GST કાયદાની ચોક્કસ પરિસ્થિતિઓમાં અધિકારીઓને ધરપકડ કરવાની સત્તા હતી. હવે Councilએ GSTમાંથી આ Arrest Power દૂર કરવાની ભલામણ કરી છે.

આનો અર્થ એવો નથી કે ગંભીર કરચોરી અથવા GST સંબંધિત ગુનાઓ માટે કાર્યવાહી બંધ થઈ જશે. Tax recovery, interest, penalty અને ગંભીર કેસોમાં prosecutionની કાર્યવાહી ચાલુ રહેશે, પરંતુ GST enforcementનો અભિગમ વધુ civil અને data-driven બનાવવાનો પ્રયાસ છે.

સાથે જ Prosecution માટેની threshold ₹1 કરોડથી વધારીને ₹5 કરોડ કરવામાં આવી છે. Minimum punishmentની જોગવાઈ દૂર કરીને સજા અંગેનો નિર્ણય Judicial Discretion પર છોડવામાં આવ્યો છે.

  1. GST Refund હવે વધુ ઝડપથી મળશે

Exporters અને અન્ય taxpayers માટે refund પ્રક્રિયામાં નોંધપાત્ર ઝડપ લાવવાનો નિર્ણય લેવાયો છે.

હાલ refund applicationની acknowledgement માટે 15 દિવસની સમયમર્યાદા છે, જેને ઘટાડીને 10 દિવસ કરવામાં આવશે. જો 10 દિવસમાં acknowledgement અથવા deficiency memo આપવામાં નહીં આવે તો applicationને deemed acknowledged ગણવાની જોગવાઈ કરવામાં આવી છે.

Risk assessmentના આધારે 90% refund system દ્વારા જ sanction કરવામાં આવશે. Acknowledgement બાદ provisional refundનો order હાલના 7 દિવસની જગ્યાએ 3 working daysમાં જારી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

Electronic Cash Ledgerમાં પડેલી excess balanceનું refund સંપૂર્ણપણે automatic કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

  1. GST Registration હવે વધુ સરળ અને ઝડપી

Low-risk taxpayers માટે GST Registrationની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે system applicantને માત્ર તેના માટે લાગુ પડતા fields બતાવશે અને દરેક document કયા હેતુ માટે જરૂરી છે તે પણ દર્શાવશે.

હાલ low-risk applicants અને ચોક્કસ શરતો પૂરી કરતા taxpayersને 3 working daysમાં officerની intervention વગર registration મળી શકે છે. કુલ registrationsમાંથી આશરે 61% registration આ automated routeથી થઈ રહ્યા છે.

Trade Name, Director/Partnerમાં ફેરફાર અથવા Additional Place of Businessના address જેવા ચોક્કસ amendments automatically accept કરવામાં આવશે.

  1. સાચા ખરીદદારનો ITC બચાવવા માટે મહત્વનું પગલું

GSTમાં સૌથી લાંબા સમયથી ચર્ચાતો મુદ્દો છે—Supplierએ tax ન ભર્યો હોય તો genuine buyerનો ITC કેમ અટકાવવો?

આ મુદ્દે Councilએ એક Committee of Officers રચવાનો નિર્ણય કર્યો છે.

જો ખરીદદાર પાસે યોગ્ય Tax Invoice છે, માલ/સેવા પ્રાપ્ત થઈ છે અને supplierને સંપૂર્ણ payment કરવામાં આવ્યું છે, તો આવા genuine buyerને ITCનું રક્ષણ કેવી રીતે આપી શકાય તે અંગે Committee ત્રણ મહિનામાં અભ્યાસ કરીને આગામી Council બેઠકમાં agenda રજૂ કરશે.

  1. ITC અંગે અનેક વ્યવસાયોને રાહત

Councilએ કેટલીક મહત્વપૂર્ણ business expenses પર ITC સંબંધિત રાહતની ભલામણ કરી છે.

  • Employees માટે લેવામાં આવેલ Health & Life Insurance
    • Factoryની બહાર લગાવવામાં આવેલા Telecommunication Towers
    • Factoryની બહાર નાખવામાં આવેલા Pipelines
    • Free Samples
    • Shelf-life પૂરી થયા બાદ કાયદા મુજબ નાશ કરવો ફરજિયાત હોય તેવા goods
  1. Inverted Duty Structureમાં Refundનો વ્યાપ વધશે

હવે Input Services પર ચૂકવાયેલ GST પણ inverted duty structure હેઠળ refund calculationમાં લાવવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ લાભ 1 નવેમ્બર 2026 પછી availed credit માટે ઉપલબ્ધ થશે.

Plant & Machinery પર ચૂકવાયેલા GSTના ITCને refundમાંથી બહાર રાખવાની જોગવાઈ પણ દૂર કરવામાં આવી છે.

Plant & Machinery માટે refund દર મહિને કુલ eligible creditના 1/60ના ધોરણે આપવામાં આવશે અને આ લાભ 1 એપ્રિલ 2027 પછી availed credit માટે લાગુ થશે.

આ ખાસ કરીને Pharma, FMCG અને manufacturing sectors માટે working capitalની દૃષ્ટિએ મહત્વપૂર્ણ ફેરફાર બની શકે છે.

  1. GSTમાંથી Business Closure હવે વધુ સરળ

GST Registration cancel કરાવવાની પ્રક્રિયા પણ automated કરવામાં આવશે.

નાના taxpayersથી શરૂઆત કરીને registration cancellationની પ્રક્રિયા તબક્કાવાર automated કરવામાં આવશે. Final Returnને અલગથી filing કરવાની જગ્યાએ cancellation applicationનો જ ભાગ બનાવવામાં આવશે.

જો return અથવા bank detailsના અભાવે systemએ registration suspend/cancel કર્યું હોય તો taxpayer દ્વારા જરૂરી compliance પૂર્ણ કર્યા બાદ registration restore કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

  1. નાના B2C વેપારીઓ માટે Annual Returnની સુવિધા

Turnover ₹5 કરોડ સુધીનો હોય અને taxpayer માત્ર consumersને supply કરતો હોય, તો તેને વર્ષમાં એક વખત return file કરવાની અને quarterly basis પર tax payment કરવાની optional scheme લાવવાની મંજૂરી principleમાં આપવામાં આવી છે.

આથી નાના retailers અને B2C businesses માટે return filingનું compliance burden ઘટી શકે છે. Schemeની detailed framework અને જરૂરી amendments આગામી Council બેઠકમાં રજૂ થશે.

  1. રસ્તામાં GST અધિકારીઓ દ્વારા વારંવાર checking પર નિયંત્રણ

Goods in transit માટે પણ મોટો સુધારો કરવામાં આવ્યો છે.

હવે માત્ર specific intelligenceના આધારે જ vehicle રોકી શકાશે અને vehicle રોકવાનો નિર્ણય Joint Commissioner અથવા તેનાથી ઉપરના અધિકારી દ્વારા અગાઉથી authorised હોવો પડશે.

માલ જે Stateમાંથી શરૂ થયો છે અને જે Stateમાં પહોંચવાનો છે, મુખ્યત્વે આ બે Statesને inspectionની સત્તા રહેશે. વચ્ચે આવતા દરેક Stateમાં vehicleને વારંવાર રોકીને checking કરવાની વ્યવસ્થા દૂર કરવામાં આવશે.

  1. Service Exporters માટે મોટી રાહત

ભારતીય company પોતાના foreign clientને પોતાની overseas branch મારફતે service આપે, તો હવે ચોક્કસ શરતો હેઠળ તેને export benefit મળી શકશે.

Foreign clientની માલિકીની goods ભારતમાં જ રહીને testing, repair, certification, research અથવા processing જેવી services કરવામાં આવે તો પણ તેને export of service તરીકે માન્યતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આથી engineering consultants, design studios, testing agencies, research organisations અને contract processing/manufacturing businesses માટે નવી તકો ઊભી થઈ શકે છે.

  1. E-commerce પર નાના વેપારીઓ માટે સરળતા

નાના sellersને દરેક Stateમાં અલગ business premises રાખવાની મુશ્કેલી હતી.

હવે ચોક્કસ શરતો હેઠળ seller અન્ય Stateમાં E-commerce Operatorનું warehouse પોતાના Principal Place of Business તરીકે declare કરી શકશે, operatorની consent system દ્વારા automatically આપવામાં આવશે.

આથી નાના sellers માટે e-commerce platforms દ્વારા દેશભરમાં business કરવાનું સરળ બનશે.

  1. GST દરોમાં આ બેઠકમાં કોઈ ફેરફાર નહીં

આ બેઠકમાં GST ratesની કોઈ નવી review કરવામાં આવી નથી.

Councilનો મુખ્ય ભાર rate changes કરતાં process reforms પર રહ્યો છે. આગામી સમયમાં rate સંબંધિત બાબતો માટે વર્ષમાં એક અલગ બેઠક રાખવાની વ્યવસ્થા તરફ પણ આગળ વધવામાં આવશે.

સારાંશ: GST હવે “Rate Reform”થી “Process Reform” તરફ

57મી GST Council Meetingનો સૌથી મોટો સંદેશ એ છે કે હવે GSTમાં માત્ર tax rates ઘટાડવા કે વધારવા કરતાં taxpayer સાથેની સમગ્ર પ્રક્રિયા સરળ, automated અને technology-driven બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Arrest Power દૂર કરવાની ભલામણ, Prosecution threshold ₹5 કરોડ, 90% automated refund, 10 દિવસમાં refund acknowledgement, ઝડપી GST registration, genuine buyerના ITC અંગે અભ્યાસ, નાના વેપારીઓ માટે સરળ return filing, transit checkingમાં રાહત અને service exporters માટે નવા export benefits—આ તમામ નિર્ણયો GST complianceને વધુ taxpayer-friendly બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે.

ટૂંકમાં કહીએ તો—GST 2.0માં હવે માત્ર “કેટલો Tax?” નહીં, પરંતુ “GSTની પ્રક્રિયા કેટલી સરળ, ઝડપી અને ન્યાયી?” તેના પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે.

કાયદેસર નોંધ: Councilની ભલામણોનો વાસ્તવિક અમલ સંબંધિત CGST Act/Rulesમાં જરૂરી સુધારા, Notification અથવા Circular બાદ થશે.

*** Content sourced from taxtoday.co.in ***

View Original Source Article